ગઠામણ, મીઠાવીચારણ, આકોલી, દૈયપ, માવસરી અને રાણેસરી નજીકના ગામોને બફર ઝોનમાંથી મુક્ત કરાયા

બનાસકાંઠા
rakhewal
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ગઠામણ, મીઠાવીચારણ, આકોલી, દૈયપ, માવસરી તથા થરાદ તાલુકાના રાણેસરી ગામે કોરોના પોઝીટીવ કેસ મળી આવતા જિલ્લા મેજીસ્ટ્રેટરની કચેરીના નીચે મુજબના જાહેરનામાથી કન્ટેનમેન્ટ ઝોન તથા બફર ઝોન જાહેર કરવામાં આવેલ હતા. મીઠાવીચારણ, ગઠામણ, માવસરી, દૈયપ, આકોલી, રાણેસરી, કાશવી, રતનપુરા, ભરડાસર, આંતરોલ (રતનપુરા શેરીયા વિસ્તાર)ને જુદા જુદા જાહેરનામાથી કન્ટેનમેન્ટ એરીયા તથા અરજણપુરા, તેજપુરા, તખતપુરા, એસબીપુરા, સાગ્રોસણા, ભાવિસણા, આકેસણ, અરબન પાલનપુર, કુંડાળીયા, જોરડીયાલી, તખતપુરા, બરડવી, રાધાનેસડા, કુંભારડી, તેજપુરા, રતનગઢ, સણવાલ, વજિયાસર, શેરાઉ તા.થરાદ, સાબા તા. થરાદ, ટોભા, પાનસેડા, બાલુંત્રી, કારેલી, અરજણપુરા, તાખુવા, રડકા, શેરાઉ, રાણપુર, આંતરોલ (રતનપુરા શેરીયા બાજુ સિવાયનો વિસ્તાર) બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં.
ભારત સરકારના તા.૦૧/૦૫/૨૦૨૦ના હુકમથી કન્ટેનમેન્ટ ઝોનની ઓળખ કરવા અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જે વિગતે કન્ટેનમેન્ટ એરીયાના પ્રોટોકોલ મુજબ કામગીરી કરવાની થાય છે. ઉપર જણાવેલ બફર એરીયામાં કોઈ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી. જેથી તેને તેમાં બફર એરીયાના નિયંત્રણો ચાલુ રાખવા જરૂરી જણાતા નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.