બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. ખેમાણા ટોલટેક્સ પાસેથી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપ્યા છે. પોલીસે બસમાંથી 29 કિલો 658 ગ્રામ ગાંજો અને 4 કિલો 401 ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે. આ માદક પદાર્થોની કુલ કિંમત રૂ. 7 લાખ 57 હજાર 480 થવા જાય છે. પોલીસે આ મામલે રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી છે.
પકડાયેલા આરોપીઓમાં રામનિવાસ ખીયારામજી બિષ્નોઇ (રહે. વિષ્ણુનગર વીરાવા સાંચોર), શંભુસિહ ચેલસિહ રાજપૂત (રહે. કોટવાલા સાયલા) અને રૂપકિશોર ચેનારામ બેરડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહીરામ બિસનોઈ અને મોહનજી સિરોહી પણ આ કેસમાં સંડોવાયેલા છે. પોલીસે બસના બે ચાલક અને કંડક્ટર સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગાંજાની કિંમત રૂ. 2,96,580 અને અફીણના રસની કિંમત રૂ. 4,40,100 થવા જાય છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.