બનાસકાંઠામાં ગત વર્ષમા નશીલા પદાર્થોના 25 કેસો નોંધાયા; આર્મ્સ એકટ હેઠળ 21 ગુના દાખલ

બનાસકાંઠામાં ગત વર્ષમા નશીલા પદાર્થોના 25 કેસો નોંધાયા; આર્મ્સ એકટ હેઠળ 21 ગુના દાખલ

એસઓજી અને સ્થાનિક પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા; બનાસકાંઠા જિલ્લામા વર્ષ 2024 દરમ્યાન પોલીસ વિભાગના સ્પેશયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ દ્વારા જુદા જુદા સ્થળો પર તપાસ કરીને માદક પદાર્થોની હેરાફેરી તેમજ ગાંજાના વાવેતરના 25 જેટલા ગુનાઓમાં આરોપીઓ સામે ગુના દાખલ કર્યા હતા તેમજ આર્મ એકટમાં 21 વ્યક્તિઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.

પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનની આંતર રાજ્ય બોર્ડરને અડીને આવેલ સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગુનેગારો દ્વારા વિદેશી દારૂની સાથે પ્રતિબંધિત નશીલા માદક પદાર્થો તેમજ બંદૂક તમંચા રિવોલ્વર જેવા ઘાતક હથિયારોની હેરાફેરીને રોકવા તેમજ ગેર કાયદેસર હથિયાર ઝડપી પાડવા માટે પાલનપુર એસઓજી પોલીસ તેમજ જુદા જુદા પોલીસ મથકની સ્થાનિક પોલીસે વર્ષ 2024 દરમ્યાન હ્યુમન સોર્સ તેમજ ખાનગી બાતમીના આધારે વિવિધ સ્થળો પર દરોડા કરીને તેમજ વિવિધ સ્થળો પર વોચ ગોઠવી તેમજ નાકાબંધી કરીને ગાંજો, એમડી ડ્રગ્સ,અફીણ જેવા માંદક પદાર્થોની હેરાફેરી તેમજ ગાંજા વાવેતરના બનાવોમાં 25 ઇસમો વિરૂદ્ધ કેસો દાખલ કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લામા હથિયારોની હેરાફેરી કરવા અને ગેર કાયદેસર હથિયાર રાખવાના જુદા જુદા 21 કેસો દાખલ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

એસોજી પોલીસનું સફળ ઓપરેશન; બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2024 માં એનડીપીએસના કુલ 25 કેસો કરવામાં આવ્યા હતા. જેમાં નવ કેસ એસઓજી દ્વારા અને 16 કેસ વિવિધ પોલીસ મથકો દ્વારા કરવામાં આવ્યા હતા જ્યારે આર્મ એકટના 21 ગુનામાં 7 કેસ એસઓજી દ્વારા બાકીનાં 14 કેસો જુદી જુદી પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *