થરાદ ડીવાયએસપી એસ.એમ.વારોતરિયા એ અરજદારની રજુઆતને ધ્યાને લઈને તપાસ કરતાં ગુનો દાખલ થતો હોય ડી.વાય.એસ.પી પોતે ફરિયાદી બનીને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લક્કી ડ્રો નામનું દુષણ ફેલાયલ છે લક્કી ડ્રો ના નામે આયોજકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે અલગ અલગ સંસ્થાઓના નામે ગેરકાયદેસર રીતે લક્કી ડ્રો કરીને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે.
ત્યારપછી જિલ્લા પોલીસ વડાને પણ લેખિત અરજી આપી હતી જેની ગંભીરતા લઈને જિલ્લા પોલીસ વડાએ દરેક પોલીસ સ્ટેશનમાં આ અરજી મોકલી આપી હતી. ડી.વાય.એસ.પી એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો લક્કી ડ્રો નું દુષણ બનાસકાંઠા જિલ્લામાં વાયરલ કરનારા અશોકભાઈ માળી ની પોલીસે તપાસ કરી જેમાં ગુનો બનતો હોવાથી ડી.વાય.એસ.પી એસ.એમ.વારોતરિયાજી પોતે ફરિયાદી બનીને ઈનામી ચીટ નાણાં પરિચલન યોજના પ્રતિબંધિત અધિનિયમન ૧૯૭૮ ની કલમ ૪ મુજબ અશોક માળી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ગેરકાયદેસર રીતે ચાલતા આ દુષણને ડામવા માટે આગળ આવ્યા અને ફરીયાદ દાખલ કરીને આરીપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે .
લક્કી ડ્રો ના કિંગ તરીકે ઓળખાતા અશોક માળી(મોરથલ)વિરુદ્ધ ગુનો દાખલ કરાયો: બનાસકાંઠા જિલ્લામાં લક્કી ડ્રો ની શરૂઆત સુમારપુરી ગૌશાળા,ડેડુવા થી અશોક માળીએ શરૂઆત કરી હતી ત્યારબાદ એણે વાલેર અને દામા રામપુરા ખાતે ડ્રો કરીને હવે પોતાના ગામ મોરથલ ગામમાં ડ્રો નું આયોજન કર્યું છે જે ઇન્સ્ટાગ્રામની રિલ્સમાં બનાસકાંઠા જિલ્લાનો ડ્રો નો કિંગ હોવાનું બોલાવે છે હવે આ કહેવતા કિંગ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે હવે ડ્રો ના કિંગ દેખાતા નથી..