બનાસકાંઠા એલસીબી પોલીસે 2.64 લાખનો દારૂ ભરેલ ગાડી ઝડપી

બનાસકાંઠા એલસીબી પોલીસે 2.64 લાખનો દારૂ ભરેલ ગાડી ઝડપી

ચિત્રાસણી નજીક અકસ્માત સર્જાતા દારૂ ભરેલ ઇનોવા મુકી ચાલક ફરાર

બનાસકાંઠા એલસીબીની ટીમે પરપ્રાંતિય દારૂ ભરેલ  ગાડીને બાતમી આધારે ચિત્રાસણી નજીકથી  ઝડપી પાડીને દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 10.64 લાખનો મુદામાલ કબજે કરી વધુ કાયૅવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આબુરોડ તરફથી એક ઇનોવા ગાડી પરપ્રાંતિય દારૂ ભરીને પાલનપુર તરફ આવી રહેલ હોવાની બાતમી મળી હતી જે આધારે એલસીબી ટીમે ગાડીની વોચ ગોઠવી પારપડા ત્રણ રસ્તા આગળ ઉભી હતી પરંતુ બાતમી મળેલ ગાડી ના આવતા સ્ટાફના માણસો આબુરોડ તરફ તપાસમાં નીકળ્યા હતા.

જે દરમિયાન બાતમી મળેલ ગાડી (ન. જીજે- 01- એડબલ્યુ એસ.- 4305) ચિત્રાસણી નજીક તિરંગા હોટલની આગળ અકસ્માત થયેલ હાલતમાં મળી આવી હતી ત્યારે પોલીસ સ્ટાફે આસપાસ તપાસ કરતા ગાડી ચાલકનો કોઈ પત્તો લાગ્યો નહતો. જે ગાડીને ક્રેનની મદદથી પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવી તેની તલાશી લેતા તેમાં બનેલ ગુપ્ત ખાનામાંથી પરપ્રાંતીય દારૂની  2,64,696 રૂપિયાના કિંમતની કુલ 35 બોટલો મળી આવી હતી. પોલીસે ગાડી અને દારૂની બોટલ સહિત કુલ 10,64,696/- નો મુદ્દામાલ કબજે કરી ઇનોવા ગાડીના અજાણ્યા ચાલક વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાયૅવાહી હાથ ધરી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *