બનાસકાંઠા એલસીબીએ દારૂની હેરાફેરી ઝડપી : રૂ.5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા એલસીબીએ દારૂની હેરાફેરી ઝડપી : રૂ.5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા LCB એ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણાસર ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે એક ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહન સહિત કુલ ₹5,60,519 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 72 નંગ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹2,50,519 આંકવામાં આવી છે. આ દારૂ ગાડીમાંથી મળી આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ સફળતા મળી હતી. પોલીસે વાહનચાલક અને દારૂ ભરાવનાર વ્યક્તિ વિરુદ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *