શહીદ દિને કિસાન સંઘે આપ્યું કલેકટરને આવેદનપત્ર; બનાસકાંઠામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કિસાન સંઘ ખેડૂતોની વ્હારે આવ્યું છે. ભારતીય કિસાન સંઘે આજે ખેડૂતોના પ્રશ્નોને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.
સરકાર ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની સબસીડી આપે છે. ત્યારે બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના માલિકોએ મોટી કંપનીઓનો માલ ભર્યો છે. તેઓ ખેડૂતોના બટાકાનો માલ લેતા નથી. જેથી ખેડૂતોનો પકવેલો બટાકાનો માલ રઝળી રહ્યો છે. આ ઉપરાંત ટોલટેક્ષમાંથી મુક્તિ આપવા, નવા વીજ કનેક્શનો આપવા, તળાવો ભરવા અને રી-સર્વે જેવા પડતર પ્રશ્નોને લઈને કિસાન સંઘ મેદાનમાં આવ્યું હતું. કિસાન સંઘે ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કલેક્ટર મિહિર પટેલને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હોવાનું બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ભગવાન ભાઇ પટેલે જણાવ્યું હતું. 19મી માર્ચ 1987માં શહીદ થયેલા ખેડૂતોની યાદમાં શહીદ દિને ભારતીય કિસાન સંઘે ખેડૂતોની માંગણીઓને લઈને આંદોલનનું રણશિંગૂ ફૂંકયું છે.