બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને જણાવવાનું કે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું e-KYC કરવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના નાગરિકો ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ., સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી, મામલતદાર કચેરી ખાતે પોતાનું e-KYC કરાવી શકે છે. તથા કોઇપણ લાભાર્થી વ્યાજબી ભાવની દુકાન પર પણ પોતાનું e-KYC કરાવી શકે છે. આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા સેલ્ફ ઇ-કેવાયસી (My Ration App) દ્વારા પણ કરી શકે છે. જે નાગરિકોને પોતાનું e-KYC કરવાનું બાકી છે તેઓ વહેલી તકે e-KYC કરાવી પોતાનો જથ્થો વ્યાજબી ભાવની દુકાનેથી મેળવી શકે છે.
ઉપરોક્ત જગ્યાઓ પર e-KYCની કામગીરી ચાલુ છે અને જે લોકોએ e-KYC કરાવેલ છે તેમને અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે જ છે. જે રેશનકાર્ડધારકોનું e-KYC બાકી છે તેઓને સત્વરે e-KYC કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી બનાસકાંઠા-પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.