દિલ્હી બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં

દિલ્હી બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના પગલે ગુજરાતને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. જેથી બનાસકાંઠા પોલીસે દિલ્હી-કંડલા નેશનલ હાઇવે પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે.ગઈકાલે સાંજે દિલ્હીમાં એક ચાલતી કારમાં બ્લાસ્ટ થયો હતો, જેના પગલે સમગ્ર ભારતમાં એલર્ટ જાહેર કરાયું હતું. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે.

ગુજરાતમાં પણ એલર્ટ જાહેર થયા બાદ રેલવે સ્ટેશનો, હોટલો, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યને જોડતા માર્ગો પર આવેલી સરહદો પર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને, દિલ્હી-કંડલા નેશનલ હાઇવે પર પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા પાસે પોલીસ દ્વારા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન અને દિલ્હી તરફથી આવતા વાહનોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ આ ચેકિંગ ચાલુ છે.તેમ પોલીસે જણાવ્યું હતું.

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *