બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પાલનપુર ખાતે જુદાજુદા ગામના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ સાયબર ક્રાઇમ,ટ્રાફિક અવેરનેસ અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ ગામમાં એન્ટ્રી અને એક્ઝિટના સ્થળ ઉપર સીસીટીવી લગાવવામાં આવે તે પણ સૂચન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચના અને માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના 96 જેટલા ગામડાઓના સરપંચો સાથે પાલનપુરમાં બનાસકાંઠા પોલીસ દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલનપુર ડી.વાય.એસ.પી ડો.જે.જે.ગામીત, તાલુકા પોલીસ મથકના પી.આઈ એમ.આર.બારોટ, એમ.બી.પટેલ ની સૂચના મુજબ પોલીસ સ્ટાફ ના શૈલેષભાઈ લુવા,ઘેમરભાઈ દ્વારા ઉપસ્થિત સરપંચોને સાયબર ક્રાઇમ તેમજ સીસીટીવી કેમેરા લગાવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સરપંચો દ્વારા પણ તેમની સમસ્યાઓને અધિકારીઓ સમક્ષ રજુ કરવામાં આવી હતી. જેની પોલીસ અધિકારીઓ દ્વારા નોંધ લઈ આગામી દિવસોમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

