મુંબઈ અને સુરતના બનાસવાસીઓની સંસદ સભ્યને રજુઆત; મુંબઈ અને સુરતમાં રહેતા લાખો બનાસકાંઠાના રહેવાસીઓ માટે મુંબઈથી પાલનપુર સુધી એક પણ સીધી ટ્રેન નથી, કારણ કે રાજસ્થાન અને કચ્છ જતી બધી ટ્રેનો પ્રવાસી સંગઠનોના દબાણ હેઠળ કચ્છ અને રાજસ્થાન જાય છે. જેના કારણે બનાસકાંઠાના લોકોને રેલ્વે સુવિધા મળતી નથી. જેના માટે લાંબા અંતરની ટિકિટ લેવી પડે છે. આર્થિક બોજ વધે છે. દિવાળી અને ઉનાળાના વેકેશનમાં ઘરે આવવા માટે ટિકિટ ન મળવાને કારણે, લક્ઝરી બસ ટિકિટ 1500 થી 2000 રૂપિયા સુધી ચૂકવવી પડે છે. બસ દ્વારા મુસાફરી કરવી પણ જીવલેણ છે. મુંબઈથી અમદાવાદ “લોકશક્તિ” ટ્રેન અમદાવાદ પહોંચે છે. જો તેને પાલનપુર સુધી લંબાવવામાં આવે તો ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના લોકોને રેલ્વે સુવિધા મળી શકે છે. આ માટે, બનાસકાંઠાના વતની અને મુંબઈમાં ડાયમંડ અખબાર પારસમણીના તંત્રી જયંતિલાલ શાહે બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરને ઈ-મેલ અને પત્ર દ્વારા જાણ કરી છે. બનાસકાંઠાનાં મુંબઈ સુરત વસતાં બનાસ વાસીઓને સીધી પાલનપુર ટ્રેનની સુવિધા મળી રહે તેવો સાંસદ ને પત્ર લખીને રજુઆત કરાઈ છે.

- February 7, 2025
0
99
Less than a minute
You can share this post!
editor