લોકોમાં કોઈપણ પ્રકારનો ભય ન ફેલાય તથા જાહેર- વ્યવસ્થા ન ખોરવાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં લોકોમાં કોઈપણ પ્રકારનો ભય ન ફેલાય અને કોઈપણ પ્રકારની જાહેર-વ્યવસ્થા ન ખોરવાય તે માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ (આઈ.એ.એસ.) દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર તેમજ તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ આ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા વિસ્તારમાં આગામી તારીખ ૨૪.૦૫.૨૦૨૫ સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામા અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.