કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિવર્ષ વિવિધ રાજયમાં અખિલ ભારતિય મુલ્કિ સેવા ચેસ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવે છે. જે માટે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત રાજ્યની કલ્યાણ શાખા દ્વારા ખેલાડીઓની પસંદગી માટે સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં પ્રથમ છ ક્રમના કર્મચારીઓને નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવે છે.
પાટણના બાલીસણા ગામની દિકરી સતત ત્રણ વર્ષથી રાજ્ય સ્તરે પ્રથમ ક્રમે સિલેક્ટ થઈને રાષ્ટ્રીય લેવલ પર પસંદગી પામેલ છે. તાજેતરમાં તા. ૨૧ થી ૩૦ મે ૨૦૨પ દરમિયાન ૨૦૨૫ ભાઉસાહેબ બાંદોડકર ક્રીડા સંકુલ, પેડમ મપુસા, ગોવા ખાતે યોજાયેલ અખિલ ભારતિય મુલ્કિ સેવા ચેસ ટુર્નામેન્ટમાં રમાયેલ ચેસની ટીમ ગેમમાં રાજ્યના મહિલા કર્મચારીઓ દ્વારા અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવેલ જેથી રાજ્યની ટીમ ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી શકેલ.૨૦ રાજ્યોની ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ. ગુજરાત રાજ્યની મહિલા ચેસ ટીમ દ્વારા ચાર પોઈન્ટ માંથી પટનાની ટીમ સામે ૪ પોઈન્ટ, છતીસગઢ ની ટીમ સામે ૩ પોઈન્ટ, શિલોંગ સામે ૩ પોઈન્ટ, મહારાષ્ટ્ર સામે ૨.૫ મેળવીને પ્રથમ વાર ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી શકેલ.
ચેસ ખેલાડીઓ પૈકી મૃદુલા પાટીલ દ્વારા છ રાઉન્ડમાંથી પાંચ રાઉન્ડ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ. છઠ્ઠા ટેબલ પર કાજલબેન અખાણી દ્વારા બોર્ડ પ્રાઈઝ જીતેલ. અન્ય ખેલાડીઓ નૈસર્ગીબેન શેઠ (ટેકનિકલએજ્યુ કેશન),અને પ્રાથ.શિક્ષણ વિભાગના શિક્ષિકા ગૌરીબેન વાલ્મિક,જુગનીબેન પિત્રોડા તથા આરોગ્ય વિભાગની કર્મચારી વિરલબેન રાઠોડ દ્વારા પણ તેઓનાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે સહકર્મીઓ અને કુટુંબીજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.