વેરા વસુલાત ઝુંબેશ ને લઈ બાકી વેરા મિલકત ધારકો મા ફફડાટ; પાટણ તાલુકાના બાલીસણા ગામે પંચાયત વેરાની બાકી વેરા વસુલાત કરવા માટે તાલુકા પંચાયત પાટણના અધિકારીઓ તથા તલાટી સહિત ની ટીમ દ્વારા બુધવારે ડોર ટુ ડોર કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એક જ દિવસ મા રૂ.૨.૫૦(અઢી લાખ) થી વધુની વેરા વસુલાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગામના બાકી વેરા મિલકત ધારકો દ્રારા તેઓનો વેરો સમયસર ભરાય તે માટે ગામ લોકો મા જાગૃતિ કેળવવામા આવતા બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એ કે ઠક્કર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી,જયેશભાઈ પટેલ,વિસ્તરણ અધિકારી તથા તલાટી કમ મંત્રીઓની ટીમ દ્વારા ધરે ધરે ફરીને ઝુંબેશ રૂપે વેરા વસુલાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- February 6, 2025
0
153
Less than a minute
You can share this post!
editor