પાલનપુર થી 16 કિલોમીટરના અંતર આવેલા યાત્રાધામ બાલારામમાં શિવધામ પાસે લાખો રૂપિયા ખર્ચી વર્ષો પહેલા સ્નાનઘાટ બનાવવામાં આવેલો છે. અહીં તંત્ર તરફથી આ નદીમાં પાણી સંગ્રહ કરવામાં પણ આવેલો છે જોકે અણઘડ આયોજનને લઈને પાણીનો યોગ્ય નિકાલ ન કરાતા આ નદીમાં લીલ અન્ય પ્લાસ્ટિક કચરો તેમજ ભૂંડ નદીમાં ફરી રહ્યા છે. આ ગંદકીના માહોલ વચ્ચે હાલ કાળજાળ ગરમી મા પ્રવાસીઓ નદીમાં સ્નાન કરવાનું ટાળી દે છે. જેને લઈને આ બંધ પાણીમાં સફાઈ અભિયાન છેડી નદીની સફાઈ થાય તેવું અહીં આવતા દર્શનાર્થીઓનીઓની માંગ ઉઠવા પામી છે.
એક જમાનામાં આ બાલારામ માં મંદિર પાસે ઉનાળાની ગરમીમાં પાણી સ્ટોર કરી પ્રવાસીઓ માટે સ્નાન કરવાની સ્થાનિક સંચાલક દ્વારા સગવડ કરવા આવતી હતી. પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના તેમજ અન્ય જિલ્લાઓમાંથી દર્શના કરવા આવતા ભાવિકો તેમજ પ્રવાસી ઓ અહીં સ્નાન કરવાની મજા લેતા હતા જોકે, વર્ષો બાદ સરકાર દ્વારા આ મંદિર પાસે સ્નાનઘાટ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાલારામથી એક કિલોમીટર અંતરે મીની ચેક ડેમ બનાવવામાં આવેલો છે. અહીં અન્ય જ કુદરતી ઝરણા તેમજ ચોમાસાનું પાણી આ ચેક ડેમમાં સંગ્રહ કરતા આ પાણીનું વહેણ યોગ્ય વ્યવસ્થા ન રાખતા અહીં બાલારામ મંદિર આસપાસ નદીના વેણ માં લીલ તેમજ પ્રવાસીઓએ નાખેલો વિવિધ ગંદકીનો પ્લાસ્ટિક કચરો આ પ્રવાહમાં અટકી જતા ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો કે, તંત્ર દ્વારા એક મીની ઘાટનું આયોજન કરી પ્રવાસીઓ માટે સગવડ વધારવામાં આવે તો આ ઉનાળામાં વોટરપાર્ક માં જતા પરિવારો જે બાલારામમાં સ્નાન મજા સાથે દર્શનનો પણ લાભ લઈ શકે તેવું પ્રવાસીઓ તેમજ શિવ ભક્તો ઇછી રહ્યા છે.