ડીસામાં ‘બેગલેસ ડે’ અભિયાનનો ફિયાસ્કો: મોટાભાગના વિદ્યાર્થીઓ બેગ સાથે શાળાએ પહોંચ્યા

ડીસામાં ‘બેગલેસ ડે’ અભિયાનનો ફિયાસ્કો: મોટાભાગના વિદ્યાર્થીઓ બેગ સાથે શાળાએ પહોંચ્યા

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ પરનો શૈક્ષણિક બોજ ઘટાડવા અને વ્યવહારુ જ્ઞાન આપવા માટે શરૂ કરાયેલ “ભાર વગરનું ભણતર” સૂત્ર અંતર્ગતનો ‘બેગલેસ ડે’ અભિયાન ડીસામાં નબળો પુરવાર થયો છે. દર શનિવારે વિદ્યાર્થીઓએ બેગ વગર શાળાએ આવવાનું અને નિયમિત અભ્યાસને બદલે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ કરવાની જોગવાઈ હોવા છતાં, આજે શનિવારે પણ ડીસાની મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ સાથે જોવા મળ્યા હતા.

પ્રાથમિક શિક્ષણઅધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હોવા છતાં, ડીસાની અનેક શાળાઓએ વિદ્યાર્થીઓ કે વાલીઓને ‘બેગલેસ ડે’ વિશે કોઈ જાણ કરી ન હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને શાળા તરફથી શનિવારે બેગ ન લાવવા અંગે કોઈ સૂચના મળી નથી.

સરકારનો બાળકો પરનો અભ્યાસનો બોજ ઘટાડવાનો અને તેમને પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત જીવનમાં ઉપયોગી વ્યવહારુ જ્ઞાન આપવાનો આ સરાહનીય પ્રયાસ યોગ્ય અમલીકરણના અભાવે નિષ્ફળ જઈ રહ્યો છે. શિક્ષણ વિભાગ તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવી તમામ શાળાઓમાં ‘બેગલેસ ડે’ અભિયાનનો યોગ્ય અને ફરજિયાત અમલ થાય તે સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી છે. જો આ રીતે જ સરકારી યોજનાઓનો અમલ થશે તો તેના મૂળભૂત હેતુઓ સિદ્ધ થઈ શકશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *