સ્કૂલમાં અભ્યાસ કરવા જતાં બાળકો વગર દફતરે સ્કૂલ પહોંચ્યા
બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઇ શનિવારથી બેગલેસ ડે અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં બાળકો શનિવારે બેગ વિના સ્કૂલે આવ્યાં હતાં.જ્યાં બાળકોને આજે શાળામાં અભ્યાસ સિવાય અન્ય ઇતર પ્રવૃતિ કરવાઈ હતી.જ્યાં બાળકો પણ આજે સ્કૂલ બેગ વિના શાળામાં આવતાં બાળકોએ ખુશી અનુભવી હતી.બનાસકાંઠામાં શનિવાર ( 5 જુલાઈથી) થી બેગલેસ સ્કૂલનો અમલ થયો છે.જ્યાં સરકારની ન્યુ એજન્યુકેશન પોલિસી 2022 ના નિયમની ધીમે ધીમે અમલવારી શરૂ થઈ રહી છે.ન્યુ એજ્યુકેશન પોલીસીના હેઠળ બાળકોને દર શનિવારે હવે સ્કૂલ બેગ વિના જ બાળકોને સ્કૂલે બોલાવવામા આવ્યા હતાં.પાલનપુર ખાતે આવેલી ફાંસીયા ટેકરા સ્થિત પ્રાથમિક ખાતે પણ બાળકો સ્કૂલબેગ સિવાય આવ્યાં હતાં.જેમાં શિક્ષકો દ્વારા બાળકોને ઇતર પ્રવૃત્તિ કરાવીને તેમની પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.બેગલેસ ડે શરૂ કરવાનો ઉદેશ બાળકોનો સર્વાગી વિકાસ કરવાનો છે. શનિવારના દિવસે શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ નહિ પરંતુ માત્ર ઈતર પ્રવૃત્તિઓ જ કરાવવામાં આવી હતી.
બાળકો ભાર વગરનું ભણતર ગ્રહણ કરતાં માનસિક હળવાશ અનુભવશે
બેગલેસ ડેના સેલિબ્રેશનનો ઉદેશ ન માત્ર બાળકોને ઇત્તર પ્રવૃતિ કરાવીને તેમને અન્ય કલા પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે .પરંતુ આ સાથે બાળકો ભાર વગરનું ભણતર ગ્રહણ કરે અને માનસિક હળવાશ સાથે અભ્યાસ કરે.વીક એન્ડને આનંદમય બનાવતા બાળકો માનસિક રીતે પણ પ્રફુલ્લિત રહે .જેથી સોમવારથી વધુ સારી રીતે અને એકાગ્રચિતે અભ્યાસ કરી શકે. બેગ ડેથી બાળકો તણાવ મુક્ત થાય તેવો ઉદેશ પણ છે.