ડીસામાં માર્ગ સલામતી માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ડીસામાં માર્ગ સલામતી માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

‘શિક્ષા સે સુરક્ષા ઓર ટેકનોલોજી સે પરિવર્તન’ના સૂત્ર સાથે વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

​રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવી રહેલા ૩૬માં માર્ગ સલામતી માસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલી આદર્શ વિદ્યા સંકુલમાં માર્ગ સલામતી અંગેનો વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે ‘શિક્ષા સે સુરક્ષા ઓર ટેકનોલોજી સે પરિવર્તન’ના સૂત્ર હેઠળ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે.

​આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. (RTO) વિભાગના અધિકારીઓ, સીટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ જવાનો તેમજ શાળાના સંચાલકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજનો વિદ્યાર્થી અને આવતીકાલનો જવાબદાર નાગરિક ટ્રાફિકના નિયમોથી વાકેફ થાય અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તે માટેનો હતો.

​આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતો નિવારવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અત્યંત અનિવાર્ય છે. વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટનો ઉપયોગ કરવા અને ટ્રાફિક સિગ્નલોના પાલન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શાળાના બાળકોએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ભવિષ્યમાં જવાબદાર ડ્રાઈવર બનવાની ખાતરી આપી હતી. શાળા પ્રશાસન તરફથી પણ આ સુંદર આયોજન બદલ ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *