(જી.એન.એસ) તા. 26 અમદાવાદ, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કર્ણાવતી યુનિવર્સિટીના સહયોગથી મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MEAI) 27 માર્ચ, 2025નાં રોજ અમદાવાદ ખાતે WAM (WAVES એનાઈમ અને મંગા સ્પર્ધા) ના આયોજન માટે રોમાંચિત છે! મુંબઈ, ગુવાહાટી, કોલકાતા, ભુવનેશ્વર, વારાણસી, દિલ્હી અને નાગપુરમાં તેની સફળ આવૃત્તિઓ પછી WAM! ક્રિએટ ઇન ઇન્ડિયા પહેલ સાથે, અમદાવાદ એનાઈમ, મંગા અને વેબટુનમાં ભારતની સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું છે. એનાઈમ, મંગા અને વેબટુન સંસ્કૃતિની ઉજવણી WAM! ભારતનું સૌથી મોટું એવીજીસી-એક્સઆર અને મીડિયા ઉદ્યોગ પ્લેટફોર્મ WAVES (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ – https://wavesindia.org/)નું અભિન્ન અંગ છે. આ કાર્યક્રમમાં ભારતીય કલાકારો, એનિમેટર્સ, સ્ટોરીટેલર્સ અને વોઇસ એક્ટર્સને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. મહત્વકાંક્ષી સર્જકો વિવિધ કેટેગરીમાં જેવી કે,…