ચેમ્પિયન્સ ટ્રોફી;2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ દિવસે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ દરમિયાન, એક મોટો વિસ્ફોટ થયો. ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં હોવા છતાં, એક ખેલાડીએ અચાનક વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ બધું ઓસ્ટ્રેલિયન ટીમ સાથે બન્યું છે. ટીમના અનુભવી ખેલાડી માર્કસ સ્ટોઇનિસે ODIમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જે હમણાંથી અમલમાં આવશે. આનો અર્થ એ થયો કે હવે ઓસ્ટ્રેલિયાએ તેના સ્થાને બીજા ખેલાડીની પસંદગી કરવી પડશે.
વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત સાથે, માર્કસ સ્ટોઈનિસનું એક નિવેદન પણ બહાર આવ્યું છે. ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટ રમવાની સફર ખૂબ જ સુંદર રહી છે. તે મેદાનમાં વિતાવેલી દરેક ક્ષણ માટે આભારી રહેશે. માર્ક્સે કહ્યું કે આ સરળ નિર્ણય નહોતો, પરંતુ મારું માનવું છે કે આ મારા માટે વનડેથી દૂર રહેવાનો અને આગળ વધતી મારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો યોગ્ય સમય છે. માર્કસએ પોતાની વનડે કારકિર્દીમાં 71 મેચોમાં 1495 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં ફક્ત એક જ સદી ફટકારી છે, જેમાં તેણે અણનમ ૧૪૬ રન બનાવ્યા છે. જોકે તેણે છ અડધી સદી ફટકારી છે. તેમની સરેરાશ 26 ની આસપાસ છે. માર્કસ તેની ટીમ માટે પણ ઉપયોગી છે કારણ કે તે બોલિંગમાં પણ પોતાનું કૌશલ્ય બતાવે છે. તેણે 48 વિકેટ પણ પોતાના નામે કરી છે.
પંજાબ કિંગ્સ તરફથી આઈપીએલ રમશે; માર્કસ સ્ટોઈનિસ આઈપીએલમાં રમતા જોવા મળશે. આ વખતે પંજાબ કિંગ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. પંજાબ કિંગ્સ તેને ૧૧ કરોડ રૂપિયાની મોટી રકમમાં મેળવવામાં સફળ રહ્યું છે. તેણે આઈપીએલ માં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 96 આઈપીએલ મેચોમાં 1866 રન બનાવ્યા છે. અને આ દરમિયાન 43 વિકેટ પણ લીધી છે. હવે માર્કસનું સંપૂર્ણ ધ્યાન ફક્ત T20 ક્રિકેટ પર રહેશે.