પાલનપુર પશ્ચિમ, પૂર્વ,તાલુકા અને ગઢ પોલીસ સ્ટેશન સહિત જુદા જુદા ગુનાઓમાં 202 વાહનો કબજે કરાયા હતા. પાલનપુર ડિવિઝન હેઠળ આવેલા ચાર પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓમાં લાંબા સમયથી પકડાયેલા વાહનોની હરાજી પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રાખવામાં આવી હતી. જેમાં 202 જેટલા વાહનો હતા. જેની રૂ.28.26 લાખ રકમ ઉપજાવી સરકારમાં જમા કરાવવાની તજવીજ હાથ ધરાઈ હતી.
પાલનપુર ડિવિઝન હેઠળ આવેલા પૂર્વ પોલીસ સ્ટેશન, પશ્ચિમ પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન અને ગઢ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓમાં લાંબા સમયથી પકડાયેલા 202 જેટલા વાહનોનું પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે નાયબ પોલીસ અધિક્ષક ડો. જે.જે.ગામીત અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર.મારુ, ટ્રાંફિક પી.આઈ. એ.વી.જાડેજા ગઢ પી.આઈ. કે.એમ.વસાવાની ઉપસ્થિતિમાં હરાજી કરવામાં આવી હતી. જેમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના 62 વ્હિકલ, પશ્ચિમ પોલીસ સ્ટેશનના 78, તાલુકા પોલીસ સ્ટેશનના 52, અને વ્હિકલ તેમજ ગઢ પોલીસ સ્ટેશનના 5 વ્હિકલ એમવીએક્ટ 207 તેમજ સીઆરપીસી 102 હેઠળ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડેલા હતા. તેમજ પશુ ક્રૂરતા હેઠળ પકડાયેલા પાંચ વ્હિકલ આમ કુલ 202 વ્હિકલની હરાજી કરવામાં આવી હતી. જેમાં 105 જેટલા વેપારીઓએ આ હરાજીમાં ભાગ લીધો હતો. જેમાં કુલરૂપિયા 28,36,000 જેટલી રકમ ઉપજી હતી. જે સરકારમાં નિયમ અનુસાર જમા કરાવવામાં આવશે. તેમ પોલીસે જણાવ્યું હતું.