દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આતિશીએ વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાને લખેલા પત્રમાં, આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યોના સસ્પેન્શનને લોકોના આદેશનું અપમાન અને લોકશાહી પર હુમલો ગણાવ્યો. ધારાસભ્યોના સસ્પેન્શનની નિંદા કરતા આતિશીએ આરોપ લગાવ્યો કે વિપક્ષનો અવાજ જાણી જોઈને દબાવવામાં આવી રહ્યો છે. વિધાનસભા અધ્યક્ષને લખેલા પત્રમાં, આતિશીએ દિલ્હી વિધાનસભામાં બનેલી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી, જ્યાં તેમણે દાવો કર્યો હતો કે વિરોધ પક્ષના ધારાસભ્યોને તેમના વિરોધ માટે ભેદભાવપૂર્ણ વર્તનનો સામનો કરવો પડ્યો હતો.
લોકશાહી પરંપરાઓનું ઉલ્લંઘન – આતિષી; તેમણે દાવો કર્યો હતો કે ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાના સંબોધન દરમિયાન “જય ભીમ” ના નારા લગાવ્યા બાદ AAP ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે “મોદી-મોદી” ના નારા લગાવનારા ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગુરુવારે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માટે આતિશી સહિત સસ્પેન્ડ કરાયેલા AAP ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા ત્યારે વિવાદ વધુ વકર્યો. વિપક્ષી નેતાએ દલીલ કરી હતી કે આવા પ્રતિબંધો અભૂતપૂર્વ હતા અને લોકશાહી પરંપરાઓનું ઉલ્લંઘન કરે છે.