મહેસાણાના કડી ખાતે પોલીસે 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા; 4 આરોપીઓ ફરાર

મહેસાણાના કડી ખાતે પોલીસે 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા; 4 આરોપીઓ ફરાર

મહેસાણા જિલ્લા એલસીબીએ કડી તાલુકાના બાવલુ ગામમાં મોડી રાત્રે દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું છે. લગ્ન મંડપની આડમાં ચાલતા જુગારધામમાંથી પોલીસે 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે 4 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. એલસીબીના પીઆઈ જે.પી. સોલંકી અને તેમની ટીમને શેડફા ચોકડી પાસે બાતમી મળી હતી કે બાવલુ ગામના ધનાવાળા વાસમાં ઠાકોર ભીખાજીના ઘર આગળ લગ્ન મંડપમાં જુગાર રમાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે રેડ કરી હતી.

પોલીસે બાબુજી કેશાજી ઠાકોર, ખોડાજી અરજણજી ઠાકોર, અજીત પોપટજી ઠાકોર, દિલાવરમિયા આકુબમિયા કુરેશી, બળદેવજી રણછોડજી ઠાકોર, રહીશમિયા રહીમમિયા મલેક, દિપક દિનેશજી ઠાકોર, અંબારામજી કાળાજી ઠાકોર અને કાર્તિક વિક્રમજી ઠાકોરને ઝડપી લીધા હતા. જ્યારે વિક્રમ ઠાકોર, સિધ્ધરાજ ઠાકોર, બળદેવ ઠાકોર અને અરજણ ઠાકોર ફરાર થઈ ગયા હતા.પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. 4,75,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના બાવલુ ગામના રહેવાસી છે, જ્યારે કેટલાક રાજપુર અને કડીના રહેવાસી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *