સરકારની નલ સે જળ યોજના હેઠળ સમી ખાતે વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ફરિયાદીએ કર્યું હતું. તે કામના છેલ્લા હપ્તાના (ડિપોઝિટ) પેટેનું બિલ રૂ.૩૮,૪૪,૫૯૮ જેટલું લેવાનું પેન્ડિંગ હતું. જે બિલનાં નાણાં કપાત કર્યા વગર ફરિયાદીના ખાતામાં ચેક જમા કરવાના અવેજ પેટે પાટણની વાસ્મો કચેરીના આસિસ્ટન્ટ ટેક્નિકલ એન્જિનિયર (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન) રવિ શાંતિલાલ દરજીએ રૂ.૧.૦૦,૦૦૦ની ગેરકાયદે માગણી કરી હતી. જોકે, ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોઈ પાટણ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આથી પાટણ એસીબીના પીઆઈ એમ.જે. ચૌધરીએ પાટણ ખાતે આવેલી જલભવન કચેરીના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું જ્યાં ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ. એક લાખ સ્વીકારતાં આરોપી એસીબીના રંગે હાથ ઝડપાઈ ગયો હતો.

- February 24, 2025
0
128
Less than a minute
You can share this post!
editor