રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે વાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રા નીકળી

રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે વાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રા નીકળી

આગામી 26 જાન્યુઆરીના રોજ થરાદ મુકામે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના પ્રયાસો થકી રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વ એવા 26 જાન્યુઆરીની ભવ્ય ઉજવણી થનાર છે. જેની તૈયારીના ભાગ રૂપે ગત રોજ વાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા વાવની સરકારી વિનયન કોલેજથી વાવ શહેરના મહારાણા પ્રતાપ ચોક સુધી એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.

સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં દેશ ભક્તિના નારા સાથે નીકળેલી તિરંગા યાત્રા સમગ્ર શહેરનું આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.સમગ્ર શહેરનું વાતાવરણ દેશ ભક્તિ ના રંગે રગાઈ ગયું હતું.વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલ તિરંગા યાત્રા વાવ શહેરના મહારાણા પ્રતાપ ચોક પહોંચી તેમની પ્રતિમાને ફુલહાર ચડાવી દેશ ભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા.જે પ્રસંગે સરકારી અધિકારી ગણ કર્મચારી ગણ કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થી મિત્રો પોલીસમિત્રો તેમજ રાજકીય અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *