ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ પર અકસ્માત 45 જેટલા મુસાફરો ઘાયલ

ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ પર અકસ્માત 45 જેટલા મુસાફરો ઘાયલ

રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 45 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, દૌસા જિલ્લાના નાંગલ રાજાવતન પોલીસ સ્ટેશન વિસ્તારના લહડી કા બસ ગામ પાસે એક ટ્રેલરે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 45 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 20 ઘાયલોને દૌસા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દૌસા જિલ્લા હોસ્પિટલે ગંભીર રીતે ઘાયલ લોકોને જયપુર રિફર કર્યા છે. કેટલાક ઘાયલો પોતાના સ્તરે સારવાર માટે નોઈડા અને દિલ્હી જવા રવાના થયા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના પિલર નંબર 148 પર એક ટ્રેલરે પાછળથી એક ટ્રકને ટક્કર મારી હતી. બંને વાહનોની ટક્કર બાદ બસ પણ પાછળથી આવી હતી અને તે પણ પાછળથી ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને સવારના સમયે આ સ્લીપર બસમાં મોટાભાગના મુસાફરો સૂતા હતા ત્યારે બસ ટ્રેલર સાથે અથડાતા બસમાં સવાર 45 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની માહિતી મળતાં જ નાંગલ રાજાવતન પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *