દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા

દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા

દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા છે. તેમણે કહ્યું છે કે, ‘આજે દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી છે. દરેક જગ્યાએ મહિલાઓ અસુરક્ષિત છે. હવે બાળકો પણ સુરક્ષિત નથી. દિલ્હીના લોકોએ આવી ઘટના ક્યારેય જોઈ નથી. આવી ધમકીઓની બાળકો અને તેમના માતા-પિતા પર કેવી અસર પડે છે તેની કલ્પના જ કરી શકાય છે.

https://twitter.com/ArvindKejriwal/status/1866073169498370144

કેજરીવાલે કહ્યું, ‘સ્કૂલ, મોલ, એરપોર્ટ, દરેકને બોમ્બની ધમકીઓ મળી રહી છે. હું અમિત શાહને પૂછવા માંગુ છું કે તમે દિલ્હીના લોકોની સુરક્ષા માટે શું કરી રહ્યા છો, તે તમારી પણ જવાબદારી છે. તમે દિલ્હીના લોકોની વચ્ચે આવો અને કહો કે તમે શું કરી રહ્યા છો. આ વખતની ચૂંટણી પહેલા હું પીએમ મોદીને બદલે અમિત શાહ પર સવાલો ઉઠાવી રહ્યો છું કારણ કે જવાબદારી ગૃહમંત્રીની છે અને તે પણ સ્પષ્ટ થાય છે કે તેની પાછળ કોઈ રાજનીતિ નથી.

subscriber

Related Articles