શામળાજીમાં યુવા અને સાંસ્કૃતિક મંત્રી બચુભાઇ ખાબડએ બે દિવસીય મહોત્સવને ખુલ્લો મુક્યો
યાત્રાધામ શામળાજીમાં આજથી બે દિવસીય શામળાજી માહિત્સવનો પ્રારંભ કરાયો. ક્લાવૃંદ દ્વારા રાસ ગરબા અને લોક ગાયક કીર્તિદાન ગઢવી દ્વારા લોકગીતો રજૂ કરાયા હતા.રાજ્ય સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયા મંદિર પરિસરમાં શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરાય છે. તે મુજબ આગામી 2 ડિસેમ્બર અને 3 ડિસેમ્બરના રોજ શામળાજીમાં શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંદિર પરિસરમાં 2 ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવી દ્વારા ભગવાન કાળિયા ઠાકરના ભજનોની રમઝટ જામશે. તેમજ પ્રારંભ ક્લાવૃંદ દ્વારા મિશ્ર રાસ ગરબાનું આયોજન કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમમાં રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગના કેબિનેટ મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્યો પી.સી બરંડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર તેમજ યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, યુવા સાંસ્કૃતિક વિભાગના કમિશ્નર આલોક પાંડે તેમજ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશાસ્થી પારેક અને જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.