બાયડના નડિયાદ હાઇવે રોડની બાજુમાં વૃક્ષ સાથે લટકતી હાલતમાં અજાણ્યા મૃતદેહો મળ્યા

અરવલ્લી
અરવલ્લી

આજકાલ અપમૃત્યુ અને હત્યાની ઘટનાઓ ખૂબ વધતી ગઈ છે. સામાન્ય બાબતમાં બદલો લેવા હત્યા કરાય છે અથવા કોઈ કારણોસર લાગી આવતા અમૂલ્ય જીવન ટૂંકાવી નાખતા લોકો ખચકાતા નથી. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લીના બાયડમાં સામે આવી છે. બાયડના નડિયાદ રોડ પર હાઇવેની બાજુમાં એક વૃક્ષ સાથે યુવક અને યુવતીના મૃતદેહો લટકતી હાલતમાં મળી આવ્યા હતા. રસ્તે જનાર રાહદારીએ સમગ્ર ઘટના જોઈને પોલીસને જાણ કરી બંને મૃતદેહો ઝાડ સાથે દોરડાથી લટકતા ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. સમગ્ર ઘટનાને લઈ લોકો અને વાહનચાલકોના ટોળા ઉમટી પડ્યા છે. બાયડ પોલીસ ઘટનાસ્થળે આવીને બંને મૃતદેહો ઝાડ પરથી ઉતારીને બંનેની ઓળખ થાય અને વાલી વારસો માટે તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.