મોડાસાના બસ સ્ટેશન વિસ્તારમાં બે આખલા બાખડતા નાના-મોટા અસંખ્ય વાહનોને નુકશાન

અરવલ્લી
અરવલ્લી

સમગ્ર ગુજરાતમાં રખડતા પશુઓનો આતંક વધતો ગયો છે. જેના કારણે કેટલાય વાહનચાલકો અને રાહદારીઓને નુકશાન પહોંચ્યું છે. ત્યારે આજરોજ મોડાસા શહેરમાં વધુ એક વખત રખડતા આખલાઓનો આતંક જોવા મળ્યો હતો.મોડાસા શહેરના દરેક વિસ્તારોમાં રખડતી રંજાડનો ત્રાસ વધતો ગયો છે. પશુ માલિકો દૂધ નીકાળ્યા બાદ પશુઓને રસ્તે રાજળતા મૂકી દે છે. જે શહેરી વિસ્તારમાં જનતાને નુકસાન પહોંચાડે છે. ત્યારે મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા હંગામી બસ સ્ટેશન વિસ્તારમાં બે આખલા બાખડતા આસપાસના જે નાના મોટાવાહનો છે તેમને મોટા પ્રમાણ માં નુકશાન પહોચાડ્યું છે. સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જો કે માણસો દોડી જતા બચી જવા પામ્યા હતા. પણ વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું. આવા રાખટડી રંજાડ માટે નક્કર કામગીરી બાબતે પાલિકા તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે. ત્યારે ઢોર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરાય એ જરૂરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.