મેઘરજમાં ઉન્ડવા ચેકપોસ્ટેથી 4.96 લાખના પોષડોડા સાથે બે આરોપીઓ ઝડપાયા

અરવલ્લી
અરવલ્લી

મેઘરજની ઉન્ડવા ચેકપોસ્ટેથી મેઘરજ પોલીસે 4,96,800 ના પોષ ડોડા સાથે બે ને ઝડપી પડ્યા હતા. જ્યારે 3 ને વોન્ટેડ જાહેર કરી પાંચ સામે ગુનો નોંધ્યો હતો. મેઘરજ પીએસઆઇ તોમર અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત. તે દરમિયાન ઉન્ડવા ચેકપોસ્ટે 10:30 કલાકે ડાલું આવતા તપાસ કરતાં તેઓએ ડુંગળીની બોરીઓ ભરેલું હોવાનું જણાવતા ડાલામાં તપાસ કરતાં ડુંગળીની બોરીઓની આડમાં કાળા રંગના 8 પ્લાસ્ટિકના કાળા રંગના કોથળામાં પોષડોડા હોવાનું જણાયું હતું.જથ્થો ક્યાંથી કોની પાસેથી લાવેલ અને ક્યાં લઈ જવાનો કોને આપવાના હતા તે બાબતે પૂછતાં વાહન ચાલકે દિલાવર સુખલાલ વજેરામ આંજના ચૌધરી રહેવર મંડળ રામ મંદિર પાસે જિ.પ્રતાપગઢ વાળાએ જણાવેલ કે ડાલુ નંબર આરજે 35 જીએ 2173 એ પોતાના ભાઈ સંજય ના નામે છે અને આ વાહનમાં પોષડોડા તથા ડુંગળી હરસિદ્ધ સેન રહે. પ્રતાપગઢથી ભરાવેલા હતા અને આ પોષડોડા લઈ પાલનપુર જવાનું હતું અને ત્યાં જઈ મશરામ વેલારામ ચૌધરી તથા દૂધારામ મંગારામને ફોન કરી જ્યાં જથ્થો ઉતારવાનો કહે ત્યાં ઉતારવાનો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.