મેઘરજના ગેડ તથા જાલમપુરમાં તસ્કરો ત્રાટક્યાં
શિયાળામાં એક તરફ ઠંડી પડતી હોય છે ત્યારે ઠંડીના કારણે લોકો ઘરમાં ભરાઈ રહેતા હોય છે. તેનો તસ્કરો લાભ ઉઠાવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી છે.
મેઘરજના ઇસરી પોલીસ મથક હેઠળના ગેડ તેમજ જાલમપુર ગામના બંધ મકાનમાં ગત રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો એ જાણે અગાઉ બંધ મકાનોની રેકી કરી હોય એમ એક ડોક્ટર અને એક નાયબ મામલતદારના મકાનના તાળા તોડ્યા છે. ગેડ ગામે 56600ની તસ્કરી કરી, જ્યારે જાલમપુર ગામે 1 લાખના મુદ્દામાલની તસ્કરી કરી છે. સમગ્ર બાબતને લઈ ઇસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદથી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.