![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/Dinesh-393.jpg)
મોડાસા શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલ શ્યામસુંદર શોપિંગમાં ચોરી, તસ્કરો કેમેરામાં કેદ, પોલીસે તપાસ હાથ ધરી
મોડાસા શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલ શ્યામસુંદર શોપિંગ સેન્ટર લગભગ 200 કરતા વધુ દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર છે. જેમાં અલગ અલગ વપરાશની ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે. જેમાં ગત રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે સાત દુકાનોના તાળા તૂટ્યા હતા. કટલરી, પ્રોવિઝન, કપડાં જેવી સાત દુકાનોમાં ચોરીની ઘટના બનવા પામી છે.
સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં બે તસ્કરો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ લબરમૂછીયા તસ્કરોએ આટલી મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે આ સીસીટીવી આધારે મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.