અરવલ્લી જિલ્લા પંચાયતમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 16 કર્મચારીઓનું ધરણાં 13મા દિવસે ઉગ્ર બન્યું : ગરબે ધુમી માગ કરી
કોઇપણ કર્મચારી હોય તેને કામમાં પ્રમાણમાં વેતન મળે એ જરૂરી છે. ત્યારે સરકારી વિભાગોમાં હંગામી ફરજ બજાવતા કામદારોને નિયમ મુજબ પગાર ના અપાતા છેલ્લા 13 દિવસથી ચાલતી હડતાળ આજે ઉગ્ર બની છે.
અરવલ્લી જિલ્લા પંચાયતમાં હંગામી સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા 16 કર્મચારીઓને હાલ દૈનિક 75 રૂપિયા પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે. જે સરકારના નિયમ મુજબ ઓછું ગણાય છે. ત્યારે કચેરીમાં ફરજ બજાવતા 16 કર્મચારીઓની માગ છે કે સરકારના લઘુત્તમ વેતનધારા મુજબ પગાર ચૂકવવામાં આવે. આ માગને લઈ છેલ્લા 13 દિવસથી 16 સફાઈ કામદારો અરવલ્લી જિલ્લા પંચાયત આગળ ધરણા પર બેઠેલા છે. ત્યારે આજે આ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. જિલ્લા પંચાયત આગળ તમામ સફાઈ કામદારો અને ગુજરાત વાલ્મિકી સંગઠનના અગ્રણી લાલજી ભગતની આગેવાનીમાં ગરબે ધુમ્યા અને ડીડીઓ અને કર્મચારીની હાય પોકારી હતી.