અરવલ્લીના માલપુરના પરપોટીયા ગામની બહેનોનો બાગાયતી પાકોની વાવણી કરી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરપોટિયા ગામની બહેનો સખી મંડળ દ્વારા કિચન ગાર્ડનની પ્રવૃત્તિથી પગભર બની છે. સખી મંડળની સભ્ય કોતવાલ રેવાબેન સુખાજી જણાવે છે કે, આ મંડળ દ્વારા કિચન ગાર્ડનની પ્રવુતિ કરીએ છીએ અને સખી મંડળની બહેનોને ઘેર ઘેર શાકભાજી તથા ફુલછોડ વાવી બહેનોને આર્થિક લાભ મળતો થયો છે.
પરિણામે સખી મંડળની બહેનોના પરિવારને આર્થિક રીતે મદદ મળી રહી છે જય સધી સીકોતર માં સખી મંડળ ધ્વારા થતી આવક અને કેશક્રેડિટના ઉપયોગ ધ્વારા બહેનોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને પરસ્પર જુથ ભાવનાનો વિકાસ સાથે, એનેક લાભ થયા છે. કેશક્રેડિટની ભરપાઈ માસિક હપ્તે નિયમિતિ કરે છે. જેના થકી મંડળની બહેનોને રોજગારી પણ મળતી થઇ છે અને મંડળની આર્થિક પ્રગતિમા દિવસો દિવસ વધારો થઈ રહ્યો છે.