મોડાસાના બેન્ક ઑફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્રમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટકયા

અરવલ્લી
અરવલ્લી

મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો તસ્કરી કરવામાં સફળ રહ્યા છે. ત્યારે જાણે પોલીસ સામે તસ્કરો પડકાર ફેકતા હોય એ રીતે ત્રણ દિવસમાં બીજી વાર તસ્કરીની ઘટના સામે આવી છે.


મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં બેન્ક ઑફ બરોડાનું ગ્રાહક સેવા કેન્દ્ર છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યરત છે. ત્યારે આ ગ્રાહક સેવા કેન્દ્રમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ શટરના તાળા તોડીને દુકાનમાં રહેલા કોમ્પ્યુટર અને અન્ય માલસામાનની ચોરી કરી હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ છે. આજે સવારે ગ્રાહક સેવા કેન્દ્રના સંચાલક દુકાને આવ્યા ત્યારે દુકાનના શટરનું તાળું તૂટેલું નજરે પડ્યું હતું. તમામ સર સામાન વેર વિખેર હલાતમાં જોવા મળતા ગ્રાહક સેવા કેન્દ્રના સંચાલકે મોડાસા ટાઉન પોલીસને જાણ કરી છે. સમગ્ર ઘટનાને લઈ મોડાસા ટાઉન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.