અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં વરસાદ વરસતા ખેડૂતોને ખેતીપાકમાં જીવનદાન મળ્યું

અરવલ્લી
અરવલ્લી

ચોમાસાની શરૂઆતના બે રાઉન્ડ પુરા થયા બાદ ચાર-પાંચ દિવસના ઉઘાડ બાદ આજે ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે વાવેતર કર્યા બાદ ખરા સમયે ખેડૂતો ચાતક નજરે રાહ જોતા હતા. ત્યાં જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે.આજે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના બાયડ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ડેમાઈમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. માલપુર તેમજ આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. ચોમાસુ શરૂ થયે બે રાઉન્ડ પૂરા કર્યા બાદ આજે ત્રીજા રાઉન્ડની જાણે શરૂઆત થઈ છે.શરૂઆતના વરસાદ બાદ ખેડૂતોએ વાવેતર પૂર્ણ કર્યું હતું અને નિંદામણ પણ કર્યું છે. હવે વરસાદની ચાતક નજરે રાહ જોવાતી હતી. એવામાં વરસાદ થતા ખેતીપાકને જીવતદાન મળ્યું છે. મગફળી, મકાઈ અને સોયાબીનના પાકમાં જીવતદાન મળ્યું છે અને ખેડૂતોમાં ભારે ખુશી વ્યાપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.