અરવલ્લીમાં બીજા દિવસે વાતાવરણમાં પલટો ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ
અરવલ્લી જિલ્લામાં માલપુરમાં 35 મીમી જ્યારે બાયડમાં 26 મીમી વરસાદ ખાબક્યો હતો. આજે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ મોડાસા તાલુકામાં વરસાદ શરૂ થયો છે. મોડાસા શહેર સહિત સબલપુર, પાલનપુર, અનંદપુરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખેડૂતોએ ખેતર ખેડીને તૈયાર કર્યા છે. ત્યારે વિધિવત વરસાદની શરૂઆત થતા ખેતરોમાં હવે વાવેતર કરી શકાય એમ છે. જેથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે. આજનું વાતાવરણ જોતા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.