બાયડના ગાબટ ગામમાં આદમખોર દીપડો હજુ પાંજરાથી દૂર, લોકોમાં ભય

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ અરવલ્લી : અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ માં ગઈ કાલે દીપડો દેખાયા બાદ આણંદ ની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ હતું.ત્યાર બાદ આજે વહેલી સવાર થી ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ની ટીમ અને વગડો ફાઉન્ડેશન ની ટીમ તેમજ માલપુર, મોડાસા ,સહિત વન વિભાગની ટીમો રેસ્ક્યુમાં હાલ જાેડાઈ છે.
હજુય સર્ચ ઓપરેશન યથાવત છે ત્યારે દીપડો પાજરે પુરાઈ તેની રાહ જાેતા લોકો અત્યારે ગાંધીનગર ની ગીર ફાઉન્ડેશન સર્ચ ઓપરેશનમાં જાેડાઈ છે તેમજ મોડાસા ની વગડો ફાઉન્ડેશનની ટિમ પણ દીપડા ને શોધવા કામે લાગી છે. માલપુર ધનસુરા બાયડ મોડાસા ની વિસ્તરણ ની ટિમો ખડે પગે જાેવા મળી પુરી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું શંકા વાળી જગ્યાઓ ના સ્થળોએ બે પાંજરા મુકવામાં આવ્યા છે.
બાયડ વન વિભાગની ટિમ સામે ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં ઘરની લાઈટો બન્ધ કરી ગામ બહાર જવાનું કહેતા મહિલાઓ ઉશ્કેરાઈ હતી. જાેકે, આગેવાનો એ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવાની કોશિશ
કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.