ગુજરાત રાજ્ય વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઇ મામલતદારને આવેદનપત્ર આપ્યું
કોઈપણ કામદાર સંગઠન હોય કે અન્ય કોઈ યુનિયન પોતાની પડતર માગ સંતોષવા માટે આંદોલન એ મુખ્ય શસ્ત્ર છે. ત્યારે ગુજરાત રાજ્યના તમામ વિભાગોમાં કામ કરતા સફાઈકર્મીઓની પડતર માગને લઈ ગઈકાલે માલપુર મામલતદાર ને વેદનાપત્ર આપ્યું.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતા સફાઈ કામદારોની પડતર માંગણીઓ જેવી કે નોકરીમાં કાયમી કરવા, કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂત કરવી, સરકારી નિયમ મુજબ લઘુત્તમ વેતન આપવું, પીએફ કપાવવું વગેરે માંગણીઓ બાબતે અનેક વખત આવેદનપત્ર આપ્યા છે. ધરણા પ્રદર્શન પણ કર્યા છે પણ તંત્ર આ સફાઈકર્મીઓની માંગણીઓ બાબતે કોઈ જ કામગીરી કરી નથી.
જેથી આજરોજ ગુજરાત વાલ્મિકી સંગઠનના નેજા હેઠળ માલપુર વાલ્મિકી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. ત્યારે પીએમ મોદીના બેનર્સ, પ્લેકાર્ડ લઈને મામલતદાર કચેરી સુધી ઢોલ નગારા સાથે રેલી યોજી હતી અને મામલતરદરને આવેદનપત્ર આપ્યું હતું. આગામી 1 જાન્યુઆરી 2025ના રોજ માલપુરથી દિલ્હી દંડવત યાત્રા યોજીને દિલ્હી એક વર્ષ સુધી યાત્રા લઈ પહોંચીને સફાઈ કામદારોની માગ રજૂ કરવાનું પણ આયોજન કર્યું છે.