મોડાસામાં ગેરજ આગળ પાર્ક કરેલી ટ્રકમાં ચાલુ કામે આગ લાગતા એન્જિન બળીને ખાખ

અરવલ્લી
અરવલ્લી

વાહનોમાં આગની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે. તેમ મોડાસા અને આસપાસના વિસ્તારોમાં એક અઠવાડિયામાં ત્રણ વાહનો આગની જ્વાળામાં લપેટાઈને ખાખ થયા હોય તેવી ઘટના સામે આવી છે. ત્યારે આજરોજ મોડાસાના ફૂટા પાસે ગેરેજમાં પડેલા એક ટ્રકમાં એકાએક આગની ઘટના બની હતી.

મોડાસા શામળાજી હાઇવે પર આવેલા ફુટા ગામે પરોઢિયે એક ગેરેજમાં ટ્રકનું રીપેરીંગ કામ ચાલતું હતું. આ કામ દરમિયાન ટ્રકની કેબિન અને એન્જિનના ભાગે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકની કેબિનમાં કામ કરતા કારીગરો સિફત પૂર્વક ટ્રકમાંથી કૂદી પડ્યા હતા જેમાં તેમનો આબાદ બચાવ થયો હતો. મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને ઘટનાની જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટના લીધે થયું હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.