મોડાસા થી ઇસરી જતી એસ.ટી બસના ડ્રાયવરને ખેંચ આવતા બસ સાઈડમાં કરી

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ બસ ડ્રાયવર હોય તેણે ચાલુ બસે પોતાની તબિયત સચવાઈ રહે તે માટે મેડિકલી તપાસ કરાવતા રહેવું જોઈએ. જરૂર જણાય ત્યાં સારવાર પણ લેતા રહેવું પડે. ત્યારે મોડાસાથી ઇસરી જતી એસટી બસના ડ્રાયવરને ચાલુ બસે ખેંચ આવતા મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાની ઘટના સામે આવી છે.ગતકાલે 9 કલાકે મોડાસાથી ઇસરી જતી એસટી બસમાં 25 મુસાફરો સવારી કરી રહ્યા હતા. ત્યારે એસટી બસ દઘાલીયા બસ સ્ટેશન પાસે આવતા જ બસ ડ્રાયવરની તબિયત લથડી અને ચક્કર આવવા લાગ્યા હતા. ખેંચ આવી જતા ચાલું બસ સિફત પૂર્વક બાજુમાં રાખી ઉભી કરી, બસમાં સવાર મુસાફરોએ 108ને બોલાવી બસ ડ્રાયવરને સારવાર અર્થે મોડાસા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આમ ચાલુ બસે ખેંચ આવ્યા છતાં સિફત પૂર્વક બસ બાજુમાં ઉભી રાખી દેતા તમામ 22 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.