રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા દ્વારા રથ પ્રસ્થાન કરાયો
સરકારની અનેકો અનેક કલ્યાણકારી યોજનાઓ છે કે જે હજુ પણ ઘણા લોકો સુધી પહોંચી શકી નથી ત્યારે આવી સરકારની યોજનાઓનો લાભ પ્રજાજનો સુધી પહોંચે તે માટે સમગ્ર દેશમાં વિકસિત સંકલ્પ યાત્રા રથ શરૂ કરવામાં આવ્યો છે. આજે આ રથ અરવલ્લીમાં પ્રવેશ્યો હતો.વિકસિત સંકલ્પ યાત્રા રથનું અંબાજીથી મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા પ્રસ્થાન કરાયું હતું. જે રથ આજે મેઘરજ તાલુકાના શણગાલથી અરવલ્લી જિલ્લામાં પ્રવેશ્યો હતો. જ્યાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, અરવલ્લી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ અને તા.પં પ્રમુખની ઉપસ્થિતિમાં સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજના વિશે માહિતી અપાઈ હતી.
આવી લોકઉપયોગી યોજનાનો લાભ જન જન સુધી પહોંચી શકે તે માટે વિકસિત સંકલ્પ યાત્રા રથ દ્વારા દરેક ગ્રામ પંચાયત વિસ્તારોમાં ફરશે અને જે લોકો સરકારની મહત્વની પાયાની આધારકાર્ડ, આયુષ્યમાન યોજનાના કાર્ડ નથી કાઢ્યા એ લોકોને આ યોજનાના લાભ સ્થળ પર જ આપવા માટે આ રથ અરવલ્લી જિલ્લાની 335 ગ્રામ પંચાયત વિસ્તારોમાં ભ્રમણ કરશે.