મેરેજ સર્ટિફિકેટ માટે ગયેલી મહિલા પાસે તલાટીએ કરી આ માંગ, ACBએ રંગેહાથે ઝડપ્યા

અરવલ્લી
Talati demanded bribe
અરવલ્લી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સખવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયા છે. ACBએ છટકું ગોઠવી તલાટીને લાંચની રકમ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તલાટીએ ફરિયાદી મહિલા પાસે મેરેજ સર્ટિફિકેટ આપવા માટે લાંચ માંગી હતી. મહિલાએ આ બાબતે ACBને જાણ કરી હતી.

1 હજાર રૂપિયાની લાંચ માંગી હતી

ACBએ ત્યારબાદ છટકું ગોઠવીને તલાટી જયેશ પરમારને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તલાટીએ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માંગતી મહિલા પાસે 1 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.