ઉનાળાના બળબળતા બપોરે પણ અરવલ્લીના ૩૦૦ વીજ કર્મીઓ કોરોના વોરીયર બન્યા

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ અરવલ્લી
આકારા ઉનાળની શરૂઆતની સાથે જ ગરમી પણ તોબા તોબા કરાવે તેવી હાલત હોયને એવા સમયે જો ઘડી વાર લાઇટ જાય તો જીવ ઉંચો-નીચો થઇ જાય પણ આવા સંકટના સમયે વીજકર્મીઓ ખડેપગે રહી ખરા અર્થમાં કોરોના વોરીયર બની રહ્યા છે.
લોકાડાઉન જાહેર થયાને ૫૭ દિવસ દરમિયાન લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહે તે માટે વીજવિભાગે સતત સેવારત રહી લોકોને કોરોનાથી બચાવવાનું કામ કર્યુ છે અરવલ્લી જિલ્લાના ૬૦૦થી વધુ ગામો અને મોડાસા-બાયડ શહેરને ૬ ડિવીઝન દ્વારા વીજપુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. જેમાં ૨૪ કલાક કાર્યરત રહેતા જ્યોતિગ્રામ અને કૃષિવિષયક વીજવપરાશમાં ઘણીવાર વીજ સમસ્યાને લગતા પ્રશ્ન ઉભા થાય છે. કોરોના સંક્રમણના પગલે ચાલી રહેલા લોકડાઉનના સમયે અરવલ્લી જિલ્લાના લોકોને વીજ પુરવઠા સબંધિક કોઈ પણ જાતની તકલીફ ન પડે અને લોકડાઉન પોતાના ઘરોમાં બંધ રહેલા લોકો મનોરંજન સહિત વીજ પુરવઠા આધારિત પોતાની સુખ સુવિધાના સાધનોનો ઉપયોગ સારી રીતે કરી શકે તે માટે અરવલ્લીના ૨૫થી વધુ ઈજનેરોના માર્ગદર્શન હેઠળ પાવર સપ્લાય મેન્ટેનર દ્વારા જિલ્લાના ૬ સબડિવિઝન હેઠળના સબ સ્ટેશન દ્વારા અરવલ્લી જિલ્લાના ૬૦૦થી વધુ ગામોમાંગ્રામ્ય વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના અન્વયે સતત ૨૪ કલાક વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. જેમાં લોકડાઉનના સમયમાં મોડાસા શહેરની ૩૫૮, મોડાસા ગ્રામ્યની ૨૪૦, મેઘરજ સબ ડિવીઝનમાં ૪૨૫ તેમજ માલપુરમાં ૨૪૫ અને ટીંટોઇ ડિવીઝન ૨૩૨ મળી કુલ ૧૫૦૫ ફરીયાદોનો નિકાલ કરી વીજકર્મીઓ સાચા અર્થમાં કોરોના વોરીયર બન્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.