અરવલ્લીમાં SPસંજય ખરાતની બદલી થતાં શાહી ઠાઠથી ભવ્ય વિદાય સમારંભ યોજાયો

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવતા સંજય ખરાતની પણ ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઈમમાં બદલી થઈ છે. આજે અરવલ્લી જિલ્લામાં ફરજનો અંતિમ દિવસ હતો ત્યારે વિદાય લેતા એસપી સંજય ખરાતનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો.એસપી સંજય ખરાતને મુખ્ય માર્ગથી એસપી કચેરી સુધી પોલીસ બેન્ડના તાલે ખુલ્લી જીપ્સી કારમાં વાજતે ગાજતે લવાયા હતા. તેમના વિદાય સમારંભમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર, ડીવાયએસપી, સહિતના વહીવટી તંત્રના કર્મચારીઓ, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સપેક્ટર સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા શહેર અને જિલ્લાની સેવા ભાવિ સંસ્થાઓના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા પોલીસ વડાએ પોતાના કાર્યકાળ દરમીયાન પોલીસની કામગીરી તો ખરી જ પણ એ ઉપરાંત સોસીયલ કામગીરી પણ સરસ રીતે કરી છે. ઉપસ્થિત સૌ કોઈ મહેમાનો અગ્રણીઓએ જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની કામગીરી બિરદાવી હતી અને વિદાય લેતા એસપી એ પણ તમામ જિલ્લાવાસીઓનો આભાર માન્યો હતો અને પોતે ભાવુક થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.