મોડાસા વિધાનસભા મતવિસ્તારમાંથી કળશમાં માટી એકત્રિત કરી રીવરફ્રન્ટ ખાતે મોકલાઈ

અરવલ્લી
અરવલ્લી

ભારત દેશને આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી સ્વરૂપે સમગ્ર દેશના ગામડાઓમાંથી મારી માટી મારો દેશ અંતર્ગત કળશમાં માટી એકત્રિત કરીને દિલ્હી ખાતે દેશના શહીદો માટે મોકલવાનું અભિયાન ચાલી રહ્યું છે. એ અનુસાર આજે મોડાસા વિધાનસભા મત વિસ્તારનો કળશ અમદાવાદ મોકલાયો હતો.

31 મોડાસા વિધાનસભા મત વિસ્તારમાં મારી માટી મારો દેશ અંતર્ગત સમગ્ર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ કાર્યકરો દ્વારા દરેક ગામડાઓમાંથી માટી એકત્રિત કરવા માટે મારી માટી મારો દેશ અભિયાન મુજબ દરેક ગામડાઓની માટી કળશમાં એકથી કરીને મોડાસા જિલા ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો અને સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યકરો સહિત આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાનાર કાર્યક્રમમાં લઇ જવામાં આવ્યા હતાં.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.