શામળાજી પોલીસે જાબુંડી નજીકથી ઠેંફ માંથી ૨.૬૧ હજારનો દારૂ ઝડપ્યો : બુટલેગર ફરાર

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી : ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ભાવ આસમાને બોલતા બુટલેગરો એનકેન પ્રકારે વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ રહેતા હોય છે ઉત્તર ભારતના બુટલેગરો કન્ટેનરો, ટ્રક મારફતે કરોડો રૂપિયાનો વિદેશી દારુ ઠાલવી રહ્યા છે પોલીસની આંખો માં ધૂળ નાખવા બુટલેગરો લકઝુરિયસ કારમાં દારુની હેરાફેરી કરી રહ્યા છે શામળાજી પોલીસે બોબીમાતા ચેકપોસ્ટ પાસે આવેલા જાંબુડી ગામ નજીકથી મહિન્દ્રા ઠેંફ કારમાં થી ૨.૬૧ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્‌યો હતો બુટલેગરો અંધારાનો લાભ લઈ રફુચક્કર થઇ જતા શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શામળાજી પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે ગુરુવારે રાત્રીના સુમારે બોબીમાતા ચેકપોસ્ટ પર આવેલા જાબુંડી ગામની સીમમાં રાજસ્થાન રાજ્યમાંથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં મહિન્દ્રા ઠેંફ કાર માં વિદેશી દારૂ ભરી આવનાર બે બુટલેગરો પોલીસ ચેકીંગ જોઈ ગાડી રોડ પર મૂકી ફરાર થઇ જતા પોલીસે ઠેંફ કારમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૨૭ કિં.રૂ.૨૬૧૬૯૪ /- તથા મહિન્દ્રા ઠેંફ મળી કુલ રૂ.૧૨૬૧૯૪/- નો મુદ્દામાલ જપ્ત કરી અંધારાનો લાભ ફરાર થઇ જનાર બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગૂન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.