અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો : ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં વરસાદની ગતિમાં ઘટાડો જોવા મળ્યો છે. દરરોજ સાંજે અથવા બપોરના સમયે વરસાદ થાય છે. જે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી વરસાદ કહેવાય છે. દિવસે ખેતરમાં નિંદામણ અને રોપડી કઢાય પછી વરસાદ આવે છે. એટલે ખેતીપાકને અનુકૂળ વરસાદ આવતા સોળ આની ખેતીની સંભાવના વચ્ચે આજે બપોરે વરસાદની શરૂઆત થઈ છે. આજરોજ બપોરે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના માલપુર અને મોડાસા શહેર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. મોડાસા શહેર ઉપરાંત સાકરીયા, જાલોદર, ફરેડી, ગોરીટીંબામાં વરસાદ ખાબક્યો. જ્યારે માલપુરના મોરડુંગરી, સોમપુર, જેસવાડીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેતીવાડીમાં પણ ફાયદો થશે, મુરજાતા પાકોને જીવતદાન મળ્યું છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.