માલપુરના ઉભરાણના નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી રૂ. 26.25 લાખ પડાવનાર લૂંટેરી દુલ્હન

અરવલ્લી
અરવલ્લી

મેઘરજના સીસોદરા મેઘાઈના નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી રૂ. 26.25 લાખ પડાવનાર લૂંટેરી દુલ્હન અને તેની ગેંગે માલપુરના ઉભરાણના ખેડૂત પરિવાર સાથે રૂ. 6.46 લાખની છેતરપિંડી કરતાં ઉભરાણના ખેડૂત પરિવારે માલપુર પોલીસ મથકે લૂંટેરી દુલ્હન અને તેની ગેંગ સામે ફરિયાદ નોંધાવી છે.

ઉભરાણના શૈલેશભાઈ જશુભાઈ પટેલ (35)એ નોંધાવેલ ફરિયાદ મુજબ મારે લગ્ન કરવાના હોઇ મારાકાકાને આંકલવાવના કિરણભાઈ પઢિયાર સાથે સંપર્ક થતાં તેઓએ નડિયાદ જઈ હિતેશ પ્રજાપતિ અને અને દક્ષાબેનની મુલાકાત કરાવી દુલ્હનની ગેંગ ઉભરાણમાં ઘર જોવા આવી હતી.

તે દરમિયાન રૂ.5000 ગાડી ભાડુ,કપડા લાવવા રૂ.25000 રોકડા અને રૂ.1.80 લાખ રોકડા લગ્નના દિવસે આપવાનું નક્કી કરી તા. 09-11-2021ના રોજ બાયડ ગાયત્રી મંદિરે શૈલેશભાઈ પટેલ અને રેખાબેન રાવળના લગ્ન બ્રાહ્મણની હાજરીમાં લગ્ન કરેલા લગ્ન થતાં સોનાનું ત્રણ તોલાનુ મંગલસૂત્ર રૂ.1.20 લાખ તથા સોનાની બુટ્ટી રૂ.40000 તથા છડા ચાંદીના રૂ.6500 મળી 1.66 લાખના દાગીના રેખાબેન રાવળને આપ્યા હતા અને લગ્ન બાદ ઉભરાણમાં 1.80 લાખ હિતેશ પ્રજાપતિને આપેલા અને આ ગેંગના તમામ લોકો રેખા રાવળને મૂકી જતા રહ્યા હતા.

અઠવાડિયા બાદ હિતેશ રેખાને નડિયાદ તેડી ગયો હતો. ઘરે પરત ન આવવાના રેખા રાવળ અવારનવાર બહાના બતાવતી હોવાથી શૈલેશભાઈ અને તેમના પરિવારજનો નડિયાદ જતા રેખાએ ઉભરાણ આવવાની સ્પષ્ટ ના પાડી દેતા ખેડૂતે રેખા પાસે ઘરેણા અને આપેલ રૂપિયાની માગણી કરતા થોડા દિવસમાં ઘરેણા અને રુપિયા આપી દઈશું તેવુ જણાવી આજદિન સુધી ઘરેણા અને આપેલ રૂપિયા સહિત રૂ. 6,46,500 પરત ન આપી લગ્નના નામે છેતરપિંડી કરતાં શૈલેશ પટેલે લૂંટેરી દુલ્હન સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.